Pramāṇa · Search · About · API

Viyahapannatti 637

Viyāhapannatti: ṭīkānusārī vivecana 637

Language
Gujarati

637

‘ભગવતી’ સૂત્ર-૪૩૨ :– [૮/૧૦/૪૩૨]
ભગવન્‌! પુદ્ગલ પરિણામ કેટલા ભેદે છે? ગૌતમ! પાંચ ભેદે છે – વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, સંસ્થાન પરિણામ. - - વર્ણ પરિણામ કેટલા ભેદે છે? ગૌતમ! પાંચ ભેદે - કાળા યાવત્‌ શુક્લ વર્ણ પરિણામ.
આ આલાવા વડે ગંધપરિણામ બે ભેદે, રસ પરિણામ પાંચ ભેદે, સ્પર્શ પરિણામ આઠ ભેદે છે.
ભગવન્‌! સંસ્થાન પરિણામ કેટલા ભેદે છે? ગૌતમ! પાંચ ભેદે છે. તે આ - પરિમંડલ સંસ્થાન પરિણામ યાવત્‌ આયત સંસ્થાન પરિણામ.

Linked texts (1)