Pramāṇa · Search · About · API

Viyahapannatti 649

Viyāhapannatti: ṭīkānusārī vivecana 649

Language
Gujarati

649

વિવેચન :–૪૩૯
કહિ ણં - કયા દેશમાં. એ પ્રમાણે જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ કહેવી. તે આ પ્રમાણે - ભગવન્‌! જંબૂદ્વીપ દ્વીપ કેટલો મોટો છે? ભગવન્‌! જંબૂદ્વીપના ભાવ-પ્રત્યાવતાર શું છે? અર્થાત્‌ કેવા આકાર ભાવમાં તેનો પ્રત્યવતાર છે? ગૌતમ! આ જંબૂદ્વીપ સર્વે દ્વીપ સમુદ્રોમાં સર્વાભ્યંતર, સૌથી નાનો, વૃત્ત, તેલના માલપૂઆના આકારે રહેલ - વૃત્ત, રથ ચક્રવાલ સંસ્થાન સંસ્થિત-વૃત્ત, પુષ્કર કર્ણિકા સંસ્થાન સંસ્થિત એવો વૃત્ત, પ્રતિપૂર્ણ ચંદ્ર સંસ્થાન સંસ્થિત, એક લાખ યોજન આયામ અને વિષ્કંભથી ઈત્યાદિ છે. અંતે શું કહ્યું? ઉક્ત ન્યાયથી પૂર્વ-પશ્ચિમ સમુદ્રગામી એવું ૧,૫૬,૦૦૦ નંદીનું વૃંદ કહેલ છે. આ સંખ્યા ભરત, ઐરાવતની ગંગા, સિંધુ, રક્તા, રક્તવતી પ્રત્યેક ૧૪,૦૦૦ નદીથી યુક્ત છે, તથા હૈમવત-ઐરણ્યવતની રોહિતા, રોહિતાંશા, સુવર્ણકુલા, રૂપ્લકૂલાએ પ્રત્યેક ૨૮,૦૦૦ નદીથી યુક્ત છે. હરિવર્ષ, રમ્યક્‌વર્ષની હરિ, હરિકાંતા, નરકાંતા, નારીકાંતા પ્રત્યેક ૫૬,૦૦૦-થી યુક્ત, મહાવિદેહમાં શીતા, શીતોદા પ્રત્યેક ૫,૩૨,૦૦૦-થી યુક્ત સમુદ્રને મળે છે.
વાચનાંતરમાં આ પ્રમાણે દેખાય છે. જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ મુજબ જાણવું, તેમાં જ્યોતિષ્ક ન કહેવા યાવત્‌ વર્ષધર પર્વત, કૂટો, તીર્થ, શ્રેણી, વિજય, દ્રહ, નદીના સમૂહથી સંગ્રહણી છે. તેમાં ‘જ્યોતિષ્ક સિવાય’ એટલે જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિમાંની જ્યોતિષ્ક વક્તવ્યતા છોડીને સમસ્ત જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર એ આ ઉદ્દેશાનું સૂત્ર જાણવું. અંતે શું? જાવ ખંડે૦ તેમાં ખંડ એટલે જંબૂદ્વીપનું ભરતક્ષેત્ર કેટલાં ખંડપ્રમાણ છે? કહે છે - ૧૯૦ ખંડ. જંબૂદ્વીપ કેટલા યોજન ખંડ પ્રમાણ છે? કહે છે-૭૯૦,૫૬,૯૪,૧૫૦(યોજન)૧ ગાઉ,૧૫૧૫ ધનુષ્‌, ૬૦અંગુલ ગણિતછે
ભરત, હૈમવતાદિ સાત વર્ષ ક્ષેત્રો છે. જંબૂદ્વીપમાં પર્વતો કેટલા છે? છ વર્ષધર પર્વતો હિમવત્‌ આદિ, એક મેરુ, એક ચિત્રકૂટ, એક વિચિત્રકૂટ, આ દેવકુરુમાં બે યમકપર્વત, ૨૦૦ કાંચન પર્વત. શીતા-શીતોદા નદીના પડખે ૨૦ વક્ષસ્કાર પર્વતો, ૩૪-દીર્ઘ વૈતાઢ્ય પર્વતો, ચાર વૃત્ત વૈતાઢ્યો. એમ ૨૬૯ પર્વતો છે. પર્વત કૂટો કેટલા છે? ૫૬ વર્ષધર કૂટો, ૯૬ વક્ષસ્કાર કૂટો, ૩૦૬ વૈતાઢ્ય કૂટો, નવ મેરુકૂટ, એ રીતે ૪૬૭ કૂટો છે. જંબૂદ્વીપમાં કેટલા તીર્થો છે? ભરતાદિ ૩૪ ખંડોમાં માગધ, વરદામ, પ્રભાસ નામે ત્રણ-ત્રણ તીર્થો છે. એ રીતે ૧૦૨ તીર્થો છે. વિદ્યાધર અને આભિયોગિક શ્રેણિઓ કેટલી છે? ૬૮. વૈતાઢ્ય પર્વતોમાં પ્રત્યેકમાં બબ્બે શ્રેણિ છે. એ રીતે ૧૩૬ શ્રેણિઓ થાય. કેટલાં ચક્રવર્તીએ જીતવાના ભૂખંડો છે? ૩૪. આટલી રાજધાની આદિ પદાર્થો છે. કેટલા મહાદ્રહો છે? પદ્મ આદિ-૧૬. નદીનું પ્રમાણ દર્શાવેલ છે.
ઉદ્દેશકના અર્થના વિષયભૂત આ સંગ્રહણી ગાથા છે.

Linked texts (1)