Viyahapannatti 76
Viyāhapannatti: ṭīkānusārī vivecana 76
- Language
- Gujarati
76
‘ભગવતી’ સૂત્ર-૪૪ :– [૧/૩/૪૪]
ભગવન્! નૈરયિકો કાંક્ષા મોહનીય કર્મ વેદે છે? જેમ સામાન્ય જીવો કહ્યા, તેમ નૈરયિક યાવત્ સ્તનિતકુમારો કહેવા.
ભગવન્! પૃથ્વીકાયિકો કાંક્ષા મોહનીય કર્મ વેદે છે? હા, વેદે છે. ભગવન્! પૃથ્વીકાયિકો કાંક્ષા મોહનીયકર્મ કઈ રીતે વેદે છે? ગૌતમ! તે જીવોને એવો તર્ક-સંજ્ઞા-પ્રજ્ઞા-મન-વચન હોતા નથી કે અમે કાંક્ષા મોહનીય કર્મ વેદીએ છીએ, પણ તે વેદે તો છે.
ભગવન્! તે જ નિઃશંક, સત્ય છે, જે જિનોએ કહ્યું છે? હા. બાકી પૂર્વવત્ યાવત્ પુરૂષકાર પરાક્રમ વડે નિર્જરે છે. એ પ્રમાણે યાવત્ ચઉરિન્દ્રિય, પંચેન્દ્રિય તિર્યંચયોનિકો યાવત્ વૈમાનિકોને સામાન્યજીવો માફક કહેવા.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit