Viyahapannatti 77
Viyāhapannatti: ṭīkānusārī vivecana 77
- Language
- Gujarati
77
વિવેચન :–૪૪
અહીં – ‘નૈરયિકો કઈ રીતે કાંક્ષા મોહનીય કર્મ વેદે છે? ગૌતમ! તે - તે કારણોથી ‘ઈત્યાદિ નિર્જરાંત સુધીના સૂત્રો સ્તનિત કુમાર પ્રકરણના અંતના પ્રકરણોમાં જોવાનું સૂચવે છે. તેમાં જ્યાં જ્યાં પૂર્વે ‘જીવ’ પદ કહ્યું, ત્યાં ત્યાં ‘નારકાદિ’ પદ કહેવા. પંચેન્દ્રિયોમાં જ કાંક્ષા મોહનીયના શંકિતત્વ આદિ પ્રકારો ઘટે છે, એકેન્દ્રિયોમાં નહીં. તેથી તેઓના વેદન પ્રકારને વિશેષથી દર્શાવે છે –
પૃથ્વીકાયિકાદિનું સૂત્ર સ્પષ્ટ છે. વિશેષ આ – આમ થશે એવા સ્વરૂપવાળો તર્ક. સંજ્ઞા - અર્થાવગ્રહ રૂપ જ્ઞાન. પ્રજ્ઞા - બધાં વિશેષ વિષયક જ્ઞાન. મનઃ - સ્મૃતિ આદિ શેષ મતિ ભેદ રૂપ. વઈ - વચન, બાકીનું બધું ઔઘિક પ્રકરણમાં કહ્યા મુજબ જાણવું. તે આ પ્રમાણે - તમેવ સચ્ચં નીસંકં૦ સૂત્ર કહેવું. - X - X -
પૃથ્વીકાય પ્રકરણ માફક અપ્કાયાદિ પ્રકરણો ચતુરિન્દ્રિય પ્રકરણ સુધી કહેવા. તિર્યંચ પંચેન્દ્રિયથી વૈમાનિક સુધીના પ્રકરણ ઔઘિક જીવ પ્રકરણ માફક કહેવા. - X - કાંક્ષા મોહનીયનું વેદન નિર્ગ્રન્થ સિવાયના બધાં જીવોને ભળે હોય, પણ તેનું વેદન નિર્ગ્રન્થોને ન સંભવે. કેમ કે તેમની બુદ્ધિ જિનઆગમથી પવિત્ર થયેલી હોય છે. તે વિશે પ્રશ્ન પૂછતાં કહે છે –
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit