Pramāṇa · Search · About · API

Viyahapannatti 78

Viyāhapannatti: ṭīkānusārī vivecana 78

Language
Gujarati

78

‘ભગવતી’ સૂત્ર-૪૫ :– [૧/૩/૪૫]
હે ભગવન્‌! શ્રમણ નિર્ગ્રન્થો કાંક્ષા મોહનીય કર્મને વેદે છે? હા, વેદે છે.
શ્રમણ નિર્ગ્રન્થો કાંક્ષા મોહનીય કર્મને કઈ રીતે વેદે છે? ગૌતમ! તે તે જ્ઞાનાંતર, દર્શનાંતર, ચારિત્રાંતર, લિંગાંતર, પ્રવચનાંતર, પ્રાવચનિકાંતર, કલ્પાંતર, માર્ગાંતર, મતાંતર, ભંગાંતર, નયાંતર, નિયમાંતર, પ્રમાણાંતર વડે શંકિત, કાંક્ષિત, વિચિકિત્સિત, ભેદ સમાપન્ન અને કલુષ સમાપન્ન થઈને, એ રીતે શ્રમણ નિર્ગ્રન્થો કાંક્ષા મોહનીય કર્મ વેદે છે. –
ભગવન્‌! તે જ નિઃશંક સત્ય છે, જે જિનોએ જણાવેલ છે? હા, ગૌતમ! તેમજ છે. યાવત્‌ પુરૂષકાર પરાક્રમ કરે છે - ભગવન્‌! તે એમ જ છે, એમ જ છે.

Linked texts (1)