Pramāṇa · Search · About · API

Viyahapannatti 777

Viyāhapannatti: ṭīkānusārī vivecana 777

Language
Gujarati

777

વિવેચન :–૫૨૨
પમક્ખણગણ્હાણગીય૦ ઈત્યાદિ, તેમાં પ્રમ્રક્ષણક એટલે અભ્યંજન, સ્નાત્ર-ગીત-વાજિંત્ર પ્રસિદ્ધ છે, પ્રસાધન - મંડન, આઠે અંગે તિલક તે અષ્ટાંગતિલક, કંકણ - લાલ દોરા રૂપ, આટલું અવિધવધૂભિઃ - જીવત્‌ પતિ કરનારી વડે ઉપનીત છે. મંગલસુજંપિએહિ - મંગલ એટલે દહીં-અક્ષતાદિ, ગીત-ગાન વિશેષ કે તેને બોલનારી-આશીર્વચન બોલતી. તે કેવી છે? વરકોઉયમંગલો૦ ઈત્યાદિ - તેમાં ઉત્તમ એવા કૌતુક-ભૂતિરક્ષાદિ, મંગલ-સરસવાદિ, તે રૂપ જે ઉપચાર પૂજા, તેના વડે કરેલ શાંતિકર્મ-દૂરિત ઉપશમ ક્રિયા તે.
સરિસિયાણં - આદિ - સદૃશી પરસ્પરથી અથવા મહાબલની અપેક્ષાએ. સદૃશત્વચા, વયથી સદૃશ, લાવણ્યથી સદૃશ, અહીં લાવણ્ય એટલે મનોજ્ઞતા, રૂપ-આકૃતિ, યૌવન-યુવાનપણું, ગુણ-પ્રિયભાષીત્વ આદિ, કુંડલની જોડ, કલાચિકા આભરણ યુગલ, ત્રુટિત-બાહાનું આભરણ, ક્ષૌમ-કપાસનું કે અતસીનું વસ્ત્ર, વડગ-ત્રસરીમય, પટ્ટ-પટ્ટસૂત્ર, દુગુલ્લ-દુકૂલ નામક વૃક્ષની ત્વચાથી નિષ્પન્ન, શ્રી આદિ છ દેવીઓની પ્રતિમા, નંદા આદિ મંગલવસ્તુ, બીજા કહે છે – નંદ એટલે વૃત્ત લોહાસન, ભદ્ર એટલે શરાસન, મૂઢક.
તલ - તાલવૃક્ષો, વય - વજ્ર, ગોકુળ, ભાંડાગારતુલ્ય રત્ન મયપણાથી શ્રી ગૃહપ્રતિરૂપ, યાન - શકટાદિ, યુગ્ય-ગોલદેશ પ્રસિદ્ધ જંપાન, શિબિકા-કૂટાકાર આચ્છાદિત જંપાનરૂપ, સ્યંદમાનિકા એટલે પુરુષ પ્રમાણ જંપાન વિશેષ, ગિલ્લી-હાથી ઉપર કોલ્લર આકાર, થિલ્લી-લાટદેશમાં જે અડ્ડપલ્યાન છે, તે બીજા દેશમાં થિલ્લી કહેવાય છે, વિવૃતયાનો, તલ્લટક વર્જિતગાડા, પરિયાનના પ્રયોજનથી પારિયાનિક, સંગ્રામના પ્રયોજનથી સંગ્રામિકા, તેમાં કમર પ્રમાણ ફલક વેદિકા હોય છે.
કિંકર-પ્રતિકર્મ પૃચ્છા કરનાર, કંચુકી-પ્રતીહારી, વર્ષધર-ખસી કરાયેલ મહલ્લક, મહત્તર-અંતઃપુર કાર્ય ચિંતવનાર.
ઓલંબનદીવ-શૃંખલાબદ્ધ દીપો, ઉત્કંચનદીપ-ઊભા દંડ જેવા દીપ, એ પ્રમાણે ત્રણે રૂપુ, સોનું, રૂપુ-સોનું ભેદથી છે. પંજરદીવ - અભ્રપટલ આદિ પંજર યુક્ત - - થાસક - આદર્શકના આકારે, તલિકાપાત્રી વિશેષ, કવિચિકા-કલાચિકા, અવડવક-હાથને તપાવનાર, અવયક્કા એટલે અવપાક્ય તાપિકા સંભવે છે - - ભિસિકા-આસન વિશેષ, પડિસેજ્જા-ઉત્તરશય્યા. હંસાસન આદિ - હંસાદિ આકાર ઉપલક્ષિત ઉન્નત આદિ આકાર ઉપલક્ષિત અને શબ્દથી જાણવી.
જેમ રાયપ્પસેણઈય, તેના વડે જે સૂચવે છે, તે આ છે – આઠ કુષ્ટ સમુદ્ગક, એ પ્રમાણે પત્રચોય, તગર, એલ, હરિયાલ, હિંગુલ, મનોશિલક, જનસમુદ્ગક. - - જેમ ઉવવાઈમાં - તેના દ્વારા જે સૂચિત છે, તે અહીં દેવાનંદાના વૃત્તાંતમાં છે, ત્યાં જ જોવું. કરોડિકાધારી એટલે સ્થગિકાધારિણી. - - આઠ અંગમર્દિકા, આઠ ઉન્મર્દિકા અહીં અલ્પ અને બહુમર્દન કૃત વિશેષ ભેદ માત્ર છે. પસાહિયા - મંડનકારિણી, વન્નગ-પેસીકા-ચંદનપેષણ કારિકા અથવા હરિતાલાદિ પ્રેષિકા, ચુર્ણક પેસીકા એટલે અહીં ચૂર્ણ - તાંબુલ ચૂર્ણ કે ગંધદ્રવ્ય ચૂર્ણ. દવકારીકા - પરિહાસ કરનારી, ઉવત્થાણિયા - આ સ્થાને જનારની સમીપે વર્તે છે. નાડઈજ્જા - નાટક સંબંધી, કુડુંબિણી - પદાતિરૂપ, ઈત્યાદિ - X -

Linked texts (1)