Viyahapannatti 803
Viyāhapannatti: ṭīkānusārī vivecana 803
- Language
- Gujarati
803
વિવેચન :–૫૪૦
ગહિય - સ્વીકૃત્, બદ્ધ - જીવ, પ્રદેશ વડે એકરૂપ, કઈ રીતે? પહેલા શરીરને રેતી માફક સ્પૃષ્ટ થાય અથવા પરસ્પર ગ્રહણથી પોષિત થાય, પૂર્વ પરિણામ અપેક્ષાથી બીજા પરિણામવાળું કરાય. પ્રસ્થાપિત - સ્થિર કરાય. નિવિટ્ઠ - જેથી સ્થાપિત છે, તેથી જીવે પોતે નિવિષ્ટ કરેલ છે. અભિવિધિથી નિવિષ્ટ સર્વે જીવો અર્થાત્ જોડાયેલ. અભિવિધિથી બધાં સંપ્રાપ્ત થયેલ - જીવ વડે રસાનુભૂતિ આશ્રીને કહ્યું. જીવ વડે સર્વ અવયવ વડે, તેના રસ આદાન દ્વારથી પર્યાપ્ત કરેલ. રસાનુભૂતિથી બીજા પરિણામને પામેલ, ક્ષીણ રસ કરાયેલ, જીવપ્રદેશથી નિઃસૃત. કઈ રીતે? જીવે સ્વપ્રદેશથી ત્યજેલ તે નિઃસૃષ્ટ. આ આદ્ય ચાર પદ ઔદારિકાદિ પુદ્ગલના ગ્રહણ વિષયક છે. પછીના પાંચ સ્થિતિ વિષયક, પછીના ચાર વિગમ વિષયક છે. હવે પુદ્ગલ પરાવર્તના નિર્વર્તનકાળ અને તેનું અલ્પ બહુત્વ દર્શાવે છે - ઔદારિકાદિ કેટલા કાળે નિર્વર્તે? અનંત ઉત્સર્પિણી આદિ. એક જીવના ગ્રાહકપણાથી અને પુદ્ગલના અનંતત્વથી પૂર્વેગૃહીત અને ગ્રહણના ગણવાથી અનંતી ઉત્સર્પિણી-અવસર્પિણી ઈત્યાદિ કહ્યું.
સૌથી થોડો કાર્મણ પુદ્ગલ પરિવર્ત નિર્વર્તના કાળ, તે સૂક્ષ્મ ઘણાં પરમાણુ નિષ્પન્ન હોય છે. તેથી એક હોવા છતાં ઘણાં ગ્રહણ થાય છે. બધાં નારકાદિ પદોમાં વર્તતા જીવને તે અનુસમયે ગ્રહણમાં આવે છે. થોડાં કાળ છતાં તેના સર્વે પુદ્ગલોનું ગ્રહણ થાય છે. તેનાથી તૈજસ પુદ્ગલ પરાવર્ત નિર્વર્તના કાળ અનંતગુણ છે. કેમકે સ્થૂલપણાંથી તૈજસ પુદ્ગલોનું અલ્પનું એક વખત ગ્રહણ થાય. એક ગ્રહણ છતાં અલ્પપ્રદેશ નિષ્પન્નત્વથી તેમાં અલ્પ એવા તેના અણુનું ગ્રહણ થવાથી અનંતગુણ છે.
તેનાથી ઔદારિક પુદ્ગલ પરાવર્ત નિર્વર્તના કાળ, અનંત ગુણ છે, કેમકે ઔદારિક પુદ્ગલો અતિ સ્થૂળ છે. સ્થૂળ એવા અલ્પનું એકદા ગ્રહણ થાય. અલ્પતરપ્રદેશી હોવાથી તેના ગ્રહણ છતાં એકદા અલ્પ જ અણુ ગ્રહણ કરાય છે. કાર્મણ, તૈજસ પુદ્ગલવત્ તેમાં સર્વે પદોનું ગ્રહણ નથી. કેમકે ઔદારિક શરીરી જ તેનું ગ્રહણ કરે છે. ઘણાં કાળે ગ્રહણ થાય છે.
તેનાથી આન-પ્રાણ પુદ્ગલ પરિવર્ત કાળ અનંતગુણ છે. જો કે ઔદારિક પુદ્ગલથી આન-પ્રાણ પુદ્ગલ સૂક્ષ્મ અને બહુપ્રદેશિક છે. તેમાં અલ્પકાળથી ગ્રહણ સંભવે છે, તો પણ અપર્યાપ્ત અવસ્થામાં તેના ગ્રહણથી પર્યાપ્તક અવસ્થામાં પણ ઔદારિક શરીર પુદ્ગલ અપેક્ષાથી તેમાં અલ્પપણાથી ગ્રહણ થતાં, તેનું શીઘ્ર ગ્રહણ થતું નથી. તેથી ઔદારિક પુદ્ગલ પરિવર્ત નિર્વર્તના કાળથી અનંતગુણા આનપ્રાણ૦માં કહી.
તેનાથી મનઃપુદ્ગલ પરિવર્ત નિર્વર્તનાકાળ અનંતગુણ છે. કઈ રીતે? જો કે આનપ્રાણ પુદ્ગલો કરતા મનઃપુદ્ગલો સૂક્ષ્મ અને બહુ પ્રદેશી છે, તેથી અલ્પકાળ વડે તેનું ગ્રહણ થાય છે, તો પણ એકેન્દ્રિયાદિ કાયસ્થિતિવશથી મનના દીર્ઘકાળે લાભથી માનસ પુદ્ગલ પરિવર્ત બહુકાળે સાધ્ય હોવાથી અનંતગુણ કહ્યું.
તેનાથી વચનપુદ્ગલ પરિવર્ત નિર્વર્તના કાળ અનંતગુણ છે. કઈ રીતે? જો કે મન કરતાં ભાષા જલ્દી પમાય છે, તે બેઈન્દ્રિય આદિ અવસ્થામાં થાય છે, તો પણ મનોદ્રવ્ય કરતાં ભાષા દ્રવ્યોની અતિ સ્થૂળતાથી થોડાનું જ એકદા ગ્રહણથી, અનંતગુણ વાક્પુદ્ગલ૦ કાળ છે.
તેનાથી વૈક્રિય પુદ્ગલ પરિવર્ત નિર્વર્તનાકાળ અનંતગુણ છે. વૈક્રિય શરીરના અતિ બહુકાળે લભ્યપણાથી એમ કહ્યું. પુદ્ગલ પરિવર્તોનું અલ્પ બહુત્વ દર્શાવવા કહે છે –
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit