Pramāṇa · Search · About · API

Viyahapannatti 804

Viyāhapannatti: ṭīkānusārī vivecana 804

Language
Gujarati

804

‘ભગવતી’ સૂત્ર-૫૪૧ :– [૧૨/૪/૫૪૧]
ભગવન્‌! આ ઔદારિક પુદ્ગલપરિવર્ત યાવત્‌ આનપ્રાણ પુદ્ગલ પરિવર્તોમાં કોણ કોનાથી યાવત્‌ વિશેષાધિક છે? ગૌતમ! સૌથી થોડાં વૈક્રિયપુદ્ગલ પરાવર્ત, વચનપુદ્ગલ૦ અનંતગુણ, મન પુદ્ગલ૦ અનંતગુણ, આનપ્રાણ પુદ્ગલ૦ અનંતગુણ, ઔદારિક પુદ્ગલ૦ અનંતગુણ, તૈજસ પુદ્ગલ૦ અનંતગુણ, કાર્મણ પુદ્ગલ૦ અનંતગુણ છે.
ભગવન્‌! તે એમ જ છે, એમ જ છે યાવત્‌ વિચરે છે.

Linked texts (1)