Viyahapannatti 84
Viyāhapannatti: ṭīkānusārī vivecana 84
- Language
- Gujarati
84
વિવેચન :–૪૮
મિથ્યાત્વ મોહનીયના ઉદયમાં ઉપસ્થાન-પરલોકની ક્રિયાનો સ્વીકાર કરે? વીર્યના યોગથી વીર્ય એટલે પ્રાણી, તેનો ભાવ તે વીર્યતા. વીર્યનો ભાવ તે વીર્યતા. તેના વડે. વીર્યના અભાવ વડે. કેમ કે ઉપસ્થાનમાં વીર્યની જરૂર પડે. જેને સમ્યગ્ અર્થનો બોધ ન હોય અને સદ્બોધ કારક વિરતિ ન હોય તે જીવ ‘બાલ’ કહેવાય. મિથ્યાદૃષ્ટ જીવ તે બાલ. તેની વીર્યતા-પરિણતિ વડે. પણ્ડિત - સર્વ પાપનો ત્યાગી, તેનાથી અન્ય જ્ઞાનહીન હોવાથી અપંડિત છે. કહ્યું છે કે – તે જ્ઞાન જ નથી, જેના ઉદયમાં રાગાદિની પરિણતિ આત્મામાં દેખાય. જે સર્વવિરત છે તે પંડિત છે. બાલપણ્ડિત - દેશથી વિરતિનો અભાવ તે બાલ અને દેશથી વિરતિનો સદ્ભાવ, બાલપંડિત એટલે દેશવિરત. અહીં મિથ્યાત્વના ઉદયમાં મિથ્યા-દૃષ્ટિત્વથી જીવનું બાલવીર્યથી જ ઉપસ્થાન છે, બીજા વડે નહીં. - - એ જ વાતને કહે છે.
ઉપસ્થાનનું વિપક્ષ અપક્રમણ છે, તેને આશ્રીને કહે છે – જીવ ઉત્તમ ગુણ સ્થાનેથી હીનતર ગુણસ્થાનને પામે. બાલવીર્યતા - મિથ્યાત્વ મોહના ઉદયે સમ્યક્ત્વથી, સંયમથી, દેશસંયમથી પાછો વળી મિથ્યાદૃષ્ટિ થાય. પંડિતતાથી પ્રધાનતર ગુણ સ્થાનકે હોવાથી પંડિતવીર્ય વડે પાછો વળે નહીં. કદાચિત્ ચારિત્ર મોહનીયનો ઉદય હોય તો સંયમથી પતિત થઈને બાલપંડિતવીર્યથી દેશવિરત થાય. વાચનાંતરમાં તો બાલપંડિત વીર્ય વડે પણ અપક્રમણ ન પામે તેમ કહેલું છે.
ઉદીર્ણનો વિપક્ષ ઉપશાંત છે. હવે ઉપશાંત સંબંધે બે સૂત્ર કહે છે – અર્થ પૂર્વવત્, વિશેષ એ - પ્રથમ આલાપકમાં જ્યારે મોહનીય કર્મ તદ્દન ઉપશાંત થાય છે ત્યારે પંડિતવીર્યથી ક્રિયામાં ઉપસ્થાન કરે કેમ કે ઉપશાંત મોહાવસ્થામાં પંડિત વીર્ય જ હોય. બીજા બે ન હોય. વૃદ્ધોએ કોઈ વ્યાખ્યાનને આશ્રીને આમ કહ્યું છે – મોહનીય ઉપશાંત થતા મિથ્યાદૃષ્ટિ ન થાય, પણ સાધુ કે શ્રાવક થાય.
બીજા આલાપકમાં - મોહનીય ઉપશાંત થતા બાલપંડિતવીર્ય વડે સંયતતાથી પાછો ખસી દેશ સંયત થાય છે. કેમ કે તેનો મોહોપશમ અમુક ભાગે છે. પણ મિથ્યાદૃષ્ટિ ન થાય. કેમ કે મોહના ઉદયે જ મિથ્યાદૃષ્ટિત્વ છે અને અહીં મોહોપશમ સંબંધી અધિકાર છે.
‘અપક્રમે છે’ એમ જે કહ્યું, તે સંબંધે સામાન્યથી પ્રશ્ન કરે છે - એ જીવ આત્મા વડે છે કે અનાત્મા વડે અર્થાત્ પર વડે અપક્રમે અર્થાત્ પહેલા પંડિતત્વરુચિ થઈને પછી મિશ્રરુચિ કે મિથ્યારુચિ થાય તે આત્માથી કે પરથી? તે કયો જીવ? મિથ્યાત્વ કે ચારિત્ર મોહનીયને વેદતો અર્થાત્ મોહનો ઉદયવર્તી. મોહનીયને વેદતા જીવનું અપક્રમણ કયા પ્રકારે થાય? અપક્રમણ પૂર્વે આ અપક્રમણકારી જીવ જિનોના કહ્યા પ્રમાણે જીવાદિ કે અહિંસાદિ વસ્તુ પ્રત્યે રુચિ-શ્રદ્ધા રાખે છે - કરે છે. મોહનીય ઉદયકાળે એ જ જીવ જીવાદિ કે અહિંસાદિમાં રુચિ-શ્રદ્ધા રાખતો નથી, તેમ કરતો નથી. એ કારણે મોહનીયના વેદનમાં અપક્રમણ થાય.
મોહનીય કર્માધિકારથી હવે સામાન્ય કર્મને વિચારે છે –
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit