Viyahapannatti 85
Viyāhapannatti: ṭīkānusārī vivecana 85
- Language
- Gujarati
85
‘ભગવતી’ સૂત્ર-૪૯ :– [૧/૪/૪૯]
ભગવન્! નરક, તિર્યંચ, મનુષ્ય કે દેવે જે પાપકર્મ કર્યુ છે, તેને વેદ્યા વિના શું મોક્ષ નથી? હા, ગૌતમ! કરેલ પાપકર્મ વેદ્યા વિના નૈરયિકાદિનો મોક્ષ નથી. ભગવન્! એવું કેમ કહો છો કે - યાવત્ મોક્ષ નથી?
ગૌતમ! નિશ્ચિતપણે મેં કર્મના બે પ્રકાર કહ્યા છે - પ્રદેશ કર્મ અને અનુભાગ કર્મ. તેમાં જે પ્રદેશ કર્મ છે, તે નિયમા વેદવું પડે, જે અનુભાગકર્મ છે તેમાં કેટલુંક વેદાય છે, કેટલુંક નથી વેદાતુ. અરહંત દ્વારા એ જ્ઞાત છે, સ્મૃત છે, વિજ્ઞાત છે કે આ જીવ આ કર્મને આભ્યુપગમિક વેદના વડે વેદશે. આ જીવ આ કર્મને ઔપક્રમિક વેદનાથી વેદશે. તે કર્મને અનુસારે, નિકરણોને અનુસારે જે-જે રીતે ભગવંત જોયેલ છે, તે - તે રીતે તે વિપરિણમશે. માટે હે ગૌતમ! એમ કહ્યું કે -યાવત્ કૃતકર્મ વેદ્યા વિના નૈરયિકાદિને મોક્ષ નથી.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit