Pramāṇa · Search · About · API

Viyahapannatti 86

Viyāhapannatti: ṭīkānusārī vivecana 86

Language
Gujarati

86

વિવેચન :–૪૯
નૈરયિક આદિનો મોક્ષ નથી. તેઓએ જે અશુભ-નરકાગતિ આદિ પાપકર્મ બાંધ્યું છે, તે સર્વે મોક્ષ વ્યાઘાત હેતુત્વથી પાપ છે, તે પાપ કર્મને ભોગવ્યા વિના [મોક્ષ નથી?] હવે કહેવાશે એ પ્રકારે. મેં કહ્યું છે. આ સૂત્ર વડે પોતાના સર્વજ્ઞપણાથી વસ્તુ પ્રતિપાદનમાં પોતાની સ્વતંત્રતા દર્શાવી છે. જીવના પ્રદેશોમાં જે કર્મપુદ્ગલો તદ્રુપ છે, તે પ્રદેશકર્મ. અનુભાગ એટલે તે જ કર્મપ્રદેશોનો અનુભવાતો રસ, તદ્રુપ જે કર્મ તે અનુભાગ કર્મ. તેમાં પ્રદેશ કર્મ નિયમા વેદાય છે. તેનો વિપાક અનુભવાતો નથી, તો પણ કર્મપ્રદેશનો ક્ષય અવશ્ય થાય છે.
અનુભાગકર્મ તથાભાવે વેદે છે અને નથી વેદતો. જેમકે - મિથ્યાત્વના ક્ષયોપશમ કાલે તેને અનુભાગકર્મપણે નથી વેદતો પણ પ્રદેશ કર્મપણે તો વેદે જ છે. અહીં પૂર્વોક્ત વેદવા યોગ્ય કર્મને વેદવાના બે પ્રકાર છે, તેને અર્હતોએ જ જાણ્યા છે, તે દર્શાવે છે –
વેદનાના બંને પ્રકારને અરહંતે સામાન્યથી જાણ્યા છે, સ્મર્યા-પ્રતિપાદિત કર્યા છે, અનુચિંતિત કર્યા છે. જિનવર કેવલી હોવાથી તેને સર્વ વસ્તુ પ્રત્યક્ષ જ હોય છે, છતાં જે ‘સ્મર્યા’ એ પદ મૂક્યું, તે જિનના જ્ઞાન સાથે સ્મરણનું અવ્યભિચારી સાદૃશ્ય બતાવે છે.
વિણ્ણાયં - દેશ, કાળ આદિ વિભાગરૂપે વિવિધ પ્રકારે જ્ઞાત તે વિજ્ઞાત. તે જ કહે છે – આ સૂત્રથી કર્મ અને જીવ. જિનને પ્રત્યક્ષ જણાય છે એમ સૂચવ્યું છે, કેમ કે અરહંત કેવલિ છે. અભ્યુપગમ - પ્રવ્રજ્યા લીધાં પછી બ્રહ્મચર્ય, ભૂમિશય્યા, કેશલોચાદિનો સ્વીકાર, તેનાથી નિર્વૃત્ત ક્રિયા તે આભ્યુપગમિકી વડે વેદશે. ભાવિકાળ વિષયક જ્ઞાન વિશિષ્ટ જ્ઞાનીને જ હોય, ભૂત અને વર્તમાનકાળ સંબંધી જ્ઞાન તો અનુભવ દ્વારા બીજાને પણ હોય, તે જણાવવા અહીં ‘વેદશે’ કહ્યું.
જેનાથી ઉપક્રમાય તે ઉપક્રમ-કર્મને વેદવાનો ઉપાય, તેમાં થયેલ તે ઔપક્રમિકી - સ્વયં ઉદીર્ણ કે ઉદીરણાકરણથી ઉદયમાં આણેલ કર્મનો અનુભવ, તેના વડે - ઔપક્રમિકી વેદનાથી વેદશે.
જેવી રીતે કર્મ બાંધ્યું તે પ્રકારે અને વિપરિણામના કારણરૂપ નિયત દેશ, કાલાદિક કરણની મર્યાદાને ઓળંગ્યા વિના, જે - જે રીતે કર્મ ભગવંતે જોયું હશે તે - તે પ્રકારે વિપરિણામ પામશે.
આ રીતે કર્મ વિચારણા કરી, કર્મ પુદ્ગલાત્મક છે, તેથી પરમાણુ આદિ પુદ્ગલ વિચારણા અથવા પરિણામાધિકારથી પુદ્ગલ પરિણામ કહે છે–

Linked texts (1)