Viyahapannatti 90
Viyāhapannatti: ṭīkānusārī vivecana 90
- Language
- Gujarati
90
‘ભગવતી’ સૂત્ર-૫૨ થી ૬૦ :– [૧/૫/૫૨ થી ૬૦]
[૫૨] પૃથ્વીઓ કેટલી કહી છે? ગૌતમ! સાત પૃથ્વીઓ છે. તે આ – રત્નપ્રભા યાવત્ તમસ્તમા.
ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વીમાં કેટલા લાખ નરકાવાસો કહ્યા છે? ગૌતમ! ૩૦ લાખ નરકાવાસ.
[૫૩] ૩૦ લાખ, ૨૫ લાખ, ૧૫ લાખ, ૧૦ લાખ, ૩ લાખ, એક લાખમાં પાંચ ઓછા, ૫-અનુત્તર નિરયાવાસ અનુક્રમે ૭-નરકમાં છે.
[૫૪] ભગવન્! અસુરકુમારોના આવાસ કેટલા લાખ છે?
[૫૫] અસુરના ૬૪ લાખ, નાગના ૮૪ લાખ, સુવર્ણના ૭૨-લાખ, વાયુના ૯૬-લાખ, - -
[૫૬] દ્વીપ-દિશા-ઉદધિ-વિદ્યુત્-સ્તનિત-વાયુ એ છ એ કુમારોના યુગલના ૭૬ લાખ આવાસો છે.
[૫૭] ભગવન્! પૃથ્વીકાયિકોના કેટલા લાખ આવાસો છે? ગૌતમ! પૃથ્વીકાયિકોના અસંખ્યેય લાખ આવાસો કહ્યા છે. એ પ્રમાણે હે ગૌતમ! યાવત્ જ્યોતિષ્કના અસંખ્યાત લાખ આવાસો છે.
ભગવન્! સૌધર્મકલ્પમાં કેટલા લાખ વિમાનાવાસો છે? ગૌતમ! ૩૨-લાખ વિમાનાવાસ છે. એ રીતે ક્રમશઃ વિમાનાવાસો –
[૫૮] ૩૨-લાખ, ૨૮-લાખ, ૧૨-લાખ, ૮-લાખ, ૪-લાખ, ૬૦૦૦ વિમાનાવાસો છે. - -
[૫૯] આનત-પ્રાણત કલ્પે ૪૦૦, આરણઅચ્યુત કલ્પે-૩૦૦, એમ કુલ ૭૦૦ છે. - -
[૬૦] નીચલી ગ્રૈવેયકે ૧૧૧, મધ્યમે ૧૦૭ અને ઉપલીમાં ૧૦૦ તથા અનુત્તરમાં ૫-વિમાનાવાસો છે.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit