Viyahapannatti 905
Viyāhapannatti: ṭīkānusārī vivecana 905
- Language
- Gujarati
905
‘ભગવતી’ સૂત્ર-૬૦૪, ૬૦૫ :– [૧૪/૩/૬૦૪, ૬૦૫]
[૬૦૪] ભગવન્ ! શું નારકોમાં સત્કાર, સન્માન, કૃતિકર્મ, અભ્યુત્થાન, અંજલિ પ્રગ્રહ, આસનાભિગ્રહ, આસનાનુપ્રદાન કે નારકોની સામે જવું, બેસેલાની સેવા કરવી, જનારની પાછળ જવું, આદિ વિનયભક્તિ છે? ના, તે અર્થ સમર્થ નથી.
ભગવન્ ! અસુરકુમારોમાં સત્કાર, સન્માન યાવત્ અનુગમનાદિ વિનય છે? હા, છે. એ પ્રમાણે યાવત્ સ્તનીતકુમાર જાણવું. પૃથ્વીકાયિક યાવત્ ચઉરિન્દ્રિયમાં નૈરયિકો મુજબ જાણવું.
ભગવન્ ! પંચેન્દ્રિય તિર્યંચયોનિકમાં સત્કાર યાવત્ અનુગમન વિનય છે? હા, છે. પણ આસનાભિગ્રહ, આસનાનુપ્રદાનરૂપ વિનય નથી. મનુષ્ય યાવત્ વૈમાનિકમાં અસુરકુમારવત્ જાણવું.
[૬૦૫] ભગવન્ ! અલ્પઋદ્ધિક દેવ, મહર્દ્ધિક દેવની વચ્ચોવચ્ચથી જઈ શકે? ના, તે અર્થ ઠીક નથી. - - ભગવન્ ! સમઋદ્ધિક દેવ, સમઋદ્ધિક દેવની વચ્ચોવચ્ચથી નીકળી જઈ શકે? ના, આ અર્થ યોગ્ય નથી. પ્રમત્ત હોય તો જઈ શકે.
ભગવન્! શું તે શસ્ત્ર પ્રહાર વડે જવા સમર્થ છે કે શસ્ત્રાક્રમણ વિના જવા સમર્થ છે? ગૌતમ! તે શસ્ત્રાક્રમણથી જઈ શકે, શસ્ત્રાક્રમણ વિના નહીં.
ભગવન્! તે પહેલાં શસ્ત્રાક્રમણ કરીને પછી જાય કે પહેલા જઈ, પછી શસ્ત્રાક્રમણ કરે? આ આલાવા વડે જેમ દશમાં શતકમાં આત્મર્દ્ધિ ઉદ્દેશામાં કહ્યું, તેમ સંપૂર્ણ ચારે દંડકો કહેવા. યાવત્ મહર્દ્ધિક વૈમાનિકી, અલ્પર્દ્ધિક મધ્યે૦
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit