Viyahapannatti 906
Viyāhapannatti: ṭīkānusārī vivecana 906
- Language
- Gujarati
906
વિવેચન :–૬૦૪, ૬૦૫
સત્કાર - વિનય યોગ્યમાં વંદનાદિથી આદર કરણ અથવા પ્રવર વસ્ત્રાદિ દાન. સન્માન - તથાવિધ પ્રતિપત્તિકરણ. કૃતિકર્મ - વંદન કે કાર્ય કરવું તે. અભ્યુત્થાન - આદરણીયને જોઈને આસન છોડી ઉભું થવું, અંજલિપ્રગ્રહ - અંજલિ કરવી તે. આસનાભિગ્રહ - આસન લાવીને આપવું અને આદરપૂર્વક તેને બેસવા કહેવું. આસનાનુપ્રદાન -આસનને એક સ્થાનેથી બીજા સ્થાને લઈ જઈને બિછાવવું.-X-આવતો હોય ત્યારે તેમની સામે જવું, બેસેલા આદરણીય પુરુષની પર્યુપાસના કરવી. આદરણીય વ્યક્તિ જતા હોય ત્યારે તેમની પાછળ જવું.
આવો વિનય નારકોમાં નથી, કેમકે તે સતત દુઃખમાં હોય છે.
પૂર્વે વિનય કહ્યો, હવે તેના વિપક્ષભૂત અવિનય વિશેષ દેવોના પરસ્પર પ્રતિપાદન માટે કહે છે – અલ્પઋદ્ધિક૦ ઈત્યાદિ. દશમાં શતકનો ત્રીજો ઉદ્દેશો-આત્મર્દ્ધિ ઉદ્દેશક કહેવો. પહેલું દંડક સૂત્ર કહેવું. તેમાં અલ્પઋદ્ધિક, મહાઋદ્ધિક, સમઋદ્ધિક આલાપક છે. બે સાક્ષાત્ કહ્યા છે, માત્ર સમઋદ્ધિક આલાપકને અંતે વિશેષ સૂત્ર છે.
મહર્દ્ધિક-અલ્પઋદ્ધિક આલાપક આ પ્રમાણે - ભગવન્! મહર્દ્ધિક દેવ, અલ્પઋદ્ધિક દેવની વચ્ચોવચ્ચથી જઈ શકે? હા, જાય. ભગવન્! શું તે શસ્ત્રાક્રમણથી જવા સમર્થ છે કે શસ્ત્રાક્રમણ વિના? ગૌતમ! શસ્ત્રથી હણીને કે ન હણીને, બંને રીતે જવા સમર્થ છે. ભગવન્! પહેલાં શસ્ત્રથી હણીને પછી જાય કે પહેલાં જઈને પછી શસ્ત્રાક્રમણ કરે? ગૌતમ! બંને રીતે જઈ શકે. ચાર દંડકો કહેવા. તે આ રીતે છે - પહેલો દેવ અને દેવનો, બીજો દંડક દેવ અને દેવીનો, ત્રીજો દંડક દેવી અને દેવનો, ચોથો દંડક દેવી અને દેવીનો છે. - X -
દેવ વક્તવ્યતા કહી. તેનાથી વિપરીત નારકોને કહે છે –
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit