Viyahapannatti 913
Viyāhapannatti: ṭīkānusārī vivecana 913
- Language
- Gujarati
913
વિવેચન :–૬૦૮
એષઃ પ્રત્યક્ષ જીવ, અતીત અનંત શાશ્વત સમયમાં દુઃખ હેતુના યોગથી એક સમય દુઃખી, સુખહેતુના યોગથી એક સમય સુખી, તદ્ હેતુ યોગથી એક સમયે દુઃખી અને સુખી. જીવનો એક જ ઉપયોગ હોવાથી એક સમયે સુખ અને દુઃખ બંનેનું વેદન ન થાય. આ પ્રમાણે હોવાથી સ્વહેતુથી અનેકભાવ પરિણામ કેમ પરિણમે અને ફરી એક ભાવ પરિણામ થાય? તો કહે છે કે – એક ભાવ પરિણામ પૂર્વે કાળ-સ્વભાવાદિ કારણથી યુક્ત થઈને કરણ વડે શુભાશુભ કર્મ બંધ હેતુ વડે ક્રિયાથી અનેક ભાવ-પર્યાય દુઃખીત્વાદિ રૂપ જેમાં છે તે અનેકભાવને પરિણામ પામે છે. અનેક ભાવપણાથી અનેકરૂપ પરિણમે છે.
પછી દુઃખિતત્વાદિ અનેક ભાવ હેતુભૂત વેદનીય કર્મ અને ઉપલક્ષણત્વથી જ્ઞાનાવરણીયાદિ પણ ક્ષીણ થાય છે, પછી સાંસારિક સુખના વિપર્યયપણાથી સ્વાભાવિક સુખરૂપ એક ભાવને પામે છે. - X - X - એ પ્રમાણે વર્તમાન અને અનાગત સૂત્રમાં પણ જાણવું.
પૂર્વે સ્કંધ કહ્યો, તે સ્કંધરૂપના ત્યાગથી વિનાશી થાય છે. એ પ્રમાણે પરમાણુ પણ થાય કે નહીં, તે શંકાથી કહે છે –
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit