Pramāṇa · Search · About · API

Viyahapannatti 914

Viyāhapannatti: ṭīkānusārī vivecana 914

Language
Gujarati

914

‘ભગવતી’ સૂત્ર-૬૦૯, ૬૧૦ :– [૧૪/૪/૬૦૯, ૬૧૦]
[૬૦૯] ભગવન્‌! પરમાણુ પુદ્ગલ શું શાશ્વત કે અશાશ્વત? ગૌતમ! કથંચિત્‌ શાશ્વત, કથંચિત્‌ અશાશ્વત.
ભગવન્‌ ! એમ કેમ કહ્યું - X -? ગૌતમ! દ્રવ્યાર્થતાથી શાશ્વત, વર્ણ યાવત્‌ સ્પર્શ પર્યાયોથી અશાશ્વત છે, તેથી કહ્યું કથંચિત્‌ શાશ્વત અને કથંચિત્‌ અશાશ્વત.
[૬૧૦] ભગવન્‌! પરમાણુ પુદ્ગલ ચરમ છે કે અચરમ? ગૌતમ! દ્રવ્યાદેશથી ચરમ નથી, અચરમ છે. ક્ષેત્રાદેશથી કથંચિત્‌ ચરમ, કથંચિત્‌ અચરમ છે. કાલાદેશથી અને ભાવાદેશથી પણ તેમ જ છે.

Linked texts (1)