Viyahapannatti 915
Viyāhapannatti: ṭīkānusārī vivecana 915
- Language
- Gujarati
915
વિવેચન :–૬૦૯, ૬૧૦
પુદ્ગલ, સ્કંધ પણ થાય, તેથી પરમાણુ ગ્રહણ કર્યુ. શાશ્વત એટલે નિત્ય, અશાશ્વત તે અનિત્ય. - X - વસ્તુના પર્યાયોની અપેક્ષાથી દ્રવ્યાર્થ, તેના ભાવથી તે દ્રવ્યાર્થપણે શાશ્વત. - X - X - પર્યવ એટલી પરિ - સમસ્તપણે જાય તે પર્યવ-વિશેષ ધર્મ. તે વર્ણાદિ ભેદથી અનેક પ્રકારે છે. વર્ણના પર્યાય, તે વર્ણપર્યાય. અસાસએ - વિનાશી. પર્યવોનું પર્યવત્વથી જ વિનશ્વરપણાથી વિનાશી.
પરમાણુ અધિકારથી જ કહે છે – ચરમ - જે વિવક્ષિત ભાવથી ચ્યુત થઈ પરમાણુ ફરી, તે ભાવને ન પામે. તે - તે ભાવાપેક્ષાએ ચરમ. તેનાથી વિપરીત તે અચરમ. તે દ્રવ્યાદેશથી ‘ચરમ’ નથી. તે દ્રવ્યથી પરમાણુત્વથી ચ્યુત થાય, સંઘાતને પામ્યા છતાં, ત્યાંથી ચ્યવીને પરમાણુત્વ લક્ષણ દ્રવ્યત્વને પામે છે.
ક્ષેત્ર વિશેષિતત્વ લક્ષણ પ્રકારથી કદાચિત્ ચરમ કેમ? જે ક્ષેત્રમાં કેવલી સમુદ્ઘાતમાં જાય, તે ક્ષેત્રમાં જે પરમાણુ અવગાઢ છે, તે ક્ષેત્રમાં તે કેવલી સમુદ્ઘાતગતથી વિશેષિત કદાપી અવગાહ પામતા નથી, કેવલીને નિર્વાણગમનથી ક્ષેત્રથી તે ચરમ થાય. વિશેષણ રહિત ક્ષેત્રની અપેક્ષાથી તે અચરમ છે. - X -
કાલાદેશથી કદાચિત્ ચરમ. કેમ? જે કાળમાં પૂર્વાહ્ણાદિમાં કેવલીએ સમુદ્ઘાત કર્યો, તેમાં જે પરમાણુપણે સંવૃત્ત, તે કાળવિશેષ કેવલી સમુદ્ઘાત વિશેષિત ફરી પ્રાપ્ત ન થાય, કેમકે કેવલી સિદ્ધિમાં જતાં ફરી સમુદ્ઘાતનો અભાવ થાય, તે અપેક્ષાએ કાળથી ચરમ, નિર્વિશેષણ કાળની અપેક્ષાથી તે અચરમ છે.
ભાવાદેશથી - ભાવ એટલે વર્ણાદિ વિશેષ લક્ષણથી, કથંચિત્ ચરમ. કઈ રીતે? વિવક્ષિત કેવલી સમુદ્ઘાત અવસરે જે પુદ્ગલ વર્ણાદિ ભાવ વિશેષે પરિણત હોય, તે તે પરિણામની અપેક્ષાએ ‘ચરમ’ છે. નિર્વાણ પછી કેવલી તે પરિણામને ફરી ન પામે.
ચરમાચરમ અપેક્ષાએ પરિણામ કહ્યા, હવે તેના ભેદો–
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit