Viyahapannatti 922
Viyāhapannatti: ṭīkānusārī vivecana 922
- Language
- Gujarati
922
વિવેચન :–૬૧૩
અણિટ્ઠાગઈ - અપ્રશસ્તવિહાયોગતિ નામ કર્મોદય સંપાદ્ય કે નરકગતિ રૂપ. અણિટ્ઠા ઠિતિ - નરકાવસ્થાન કે નરકાયુષ્યરૂપ. અણિટ્ઠ લાવન્ન - શરીરાકૃતિ વિશેષ. અણિટ્ઠ જસોકિત્તિ - સ્વાભાવિક અનિષ્ટ, યશ - સર્વ દિશાવ્યાપી પ્રખ્યાતિરૂપ કે પરાક્રમકૃત્. કીર્તિ - એક દિશા વ્યાપી કે દાનના ફળભૂત ખ્યાતિ. તેનું અનિષ્ટત્વને દુષ્પ્રખ્યાતિ રૂપ. અણિટ્ઠ ઉટ્ઠાણાદિ - વીર્યાંતરાય ક્ષયોપશમાદિ જન્ય વીર્ય વિશેષ તે ઉત્થાન, તેનું અનિષ્ટત્વ કુત્સિતત્વથી છે.
પૃથ્વીકાયિકો એકેન્દ્રિયત્વથી પૂર્વોક્ત દશ સ્થાન મધ્યમાં શબ્દ, રૂપ, ગંધ, રસ વિષય ન હોવાથી સ્પર્શાદિ છ ને અનુભવે છે તેમાં સાતાસાતાના ઉદયથી અને શુભાશુભ ક્ષેત્રોત્પત્તિના ભાવથી ઈષ્ટાનિષ્ટ સ્પર્શ. જો કે તેમના સ્થાવર રૂપત્વથી ગમનરૂપ ગતિ ન હોય, તો પણ બીજાના કારણે તે ગતિ થવાથી શુભાશુભત્વથી ઈષ્ટાનિષ્ટ ગતિ કહી છે. અથવા પાપરૂપત્વથી તિર્યંચગતિ અનિષ્ટ જ છે, તો પણ ઈષત્ પ્રાગ્ભારા અપ્રતિષ્ઠાનાદિ ક્ષેત્રોત્પત્તિ દ્વારથી તેમની ઈષ્ટાનિષ્ટ ગતિ કહેવી. જાવ પરક્કમે શબ્દોથી સ્થિતિને ગતિવત્ કહેવી. ઈષ્ટાનિષ્ટ લાવણ્ય તે મણિ અને અંધ પાષાણાદિમાં કહેવું. ઈષ્ટાનિષ્ટ યશોકીર્તિ - મણિ આદિમાં સત્ અને અસત્ પ્રખ્યાતિરૂપે જાણવી.
બેઈન્દ્રિયો – શબ્દ, રૂપ, ગંધ તેમનો વિષય ન હોવાથી રસ અને સ્પર્શાદિ સ્થાનોથી સાત સ્થાનો કહ્યા. - X - તેમની ગતિ ત્રસપણાને કારણે છે. ભવગતિ તો ઉત્પત્તિ સ્થાનથી ઈષ્ટાનિષ્ટ રૂપ હોય છે.
હવે તિર્છા પુદ્ગલ દેવ ઈત્યાદિ દ્વાર ગાથાનો અર્થ કહે છે –
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit