Pramāṇa · Search · About · API

Viyahapannatti 932

Viyāhapannatti: ṭīkānusārī vivecana 932

Language
Gujarati

932

વિવેચન :–૬૧૮
ભગવન્‌ મહાવીર, કેવલજ્ઞાન અપ્રાપ્ત અને ખેદવાળા એવા ગૌતમસ્વામીને આશ્વાસિત કરવા માટે તેમની અને ગૌતમની ભાવિ તુલ્યતા પ્રતિપાદિત કરવા કહે છે – ઘણાં લાંબાકાળથી કે અતીતમાં પ્રભૂત કાળથી સંશ્લિષ્ટ-સ્નેહથી સંબદ્ધ એટલે કે ચિરસંશ્લિષ્ટ છો. હે ગૌતમ! અતીતમાં ઘણાં કાળથી તું સ્નેહથી પ્રશંસિત છે, તથા વારંવાર દર્શનથી પરિચિત્ત છો, દીર્ઘકાળથી કે દીર્ઘ પ્રીતિવાળો છે, - X - લાંબા કાળથી મને અનુસરનાર છો, દીર્ઘ કાળથી તું મને અનુકૂળવર્તી રહ્યો છે. - - આ ચિર સંશ્લિષ્ટત્વાદિ ક્યાં થયા?
વ્યવધાન રહિત એવા (અનંતર ભવે) દેવલોકમાં અર્થાત્‌ અનંતર દેવભવમાં, અનંતર મનુષ્યભવમાં - X - તેમાં નક્કી ત્રિપૃષ્ઠના ભવમાં ગૌતમનો જીવ ભગવંતના સારથીપણે હતો તેથી ચિર સંશ્લિષ્ટત્વાદિ ધર્મયુક્ત કહ્યા. એમ અન્ય ભવોમાં પણ સંભવે છે. એ રીતે મારા પ્રત્યે તારો ગાઢ સ્નેહ હોવાથી તને કેવલજ્ઞાન ઉત્પન્ન થતું નથી, તને પણ સ્નેહ ક્ષય થતાં કેવલજ્ઞાન થશે, તેની અઘૃતિ કર નહીં. બીજું કેટલું કહું? મૃત્યુ પછી, કાયાના ભેદના હેતુથી, અહીં - પ્રત્યક્ષ મનુષ્યભવથી ચ્યવીને આપણે બંને તુલ્ય થઈ જઈશું - સિદ્ધિક્ષેત્રમાં રહીશું, વિશેષતા રહિત બનીશું, બંનેના જ્ઞાન-દર્શનાદિ પર્યાયો સરખાં થઈ જશે.
આ પ્રમાણે કદાચ જ્યારે ગૌતમ સ્વામી અષ્ટાપદે ચૈત્યવંદન માટે જઈને પાછા આવતા ૧૫૦૦ તાપસોને દીક્ષા દીધી, તેઓને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું, ભગવંતના સમોસરણમાં લાવ્યા, તીર્થ પ્રણામ કરીને તેઓ કેવલિની પર્ષદામાં બેઠા, ગૌતમે તેમના કેવલપણાની જાણકારી અભાવે તેઓને કહ્યું કે –
હે સાધુઓ! આવો અને ભગવંતને વંદન કરો. ત્યારે ભગવંતે ગૌતમને કહ્યું – હે ગૌતમ! કેવલીની આશાતના ન કરો. ત્યારે ગૌતમે મિથ્યાદુષ્કૃત્‌ આપ્યું, તથા હું જેને દીક્ષા આપું છું. તેઓને કેવલજ્ઞાન થાય છે, મને કેમ નહીં? શું મને ઉત્પન્ન થશે જ નહીં? એમ અધૃતિ કરી, ત્યારે જગદ્‌ગુરુએ તેમના મનના સમાધાન માટે આ કહ્યું – હે ગૌતમ! સાદડી ચાર પ્રકારે હોય. સુંબકટ, વિદલકટ, ચર્મકટ, કંબલકટ. એ પ્રમાણે શિષ્યો પણ ગુરુના પ્રતિબંધ સાધર્મ્યથી સુંબકટાદિ ચારે સમાન હોય છે. તેમાં તું મારા પ્રત્યે કંબલકટ સમાન છે. આ અર્થના સમર્થન માટે ભગવંતે ત્યારે આ બધું કહેલું - X -

Linked texts (1)