Viyahapannatti 95
Viyāhapannatti: ṭīkānusārī vivecana 95
- Language
- Gujarati
95
વિવેચન :–૬૩
જેમાં જીવ રહે તે - અવગાહના એટલે શરીર કે શરીરનું આધારભૂત ક્ષેત્ર. તેના જે સ્થાનો - પ્રદેશ વૃદ્ધિ વડે વિભાગો તે અવગાહના સ્થાનો. તેમાં બધાં નારકોમાં જઘન્ય શરીર અંગુલના અસંખ્યેય ભાગ માત્ર છે. તે વિવક્ષિત નરક યોગ્ય જે ઉત્કર્ષાવગાહના તે તત્પ્રાયોગ્યોત્કર્ષિકા અવગાહના. જેમ કે તેરમાં પ્રસ્તટમાં શરીર ૭ ધનુષ્, ત્રણ હાથ, ૬ આંગળ છે... એકથી સંખ્યાત પ્રદેશ અધિક જઘન્ય અવગાહનામાં વર્તતા નૈરયિકો અલ્પ હોવાથી ક્રોધાદિમાં ઉપયુક્ત એક જીવ પણ હોઈ શકે, માટે ૮૦-ભંગ પૂર્વવત્ જાણવા.
અસંખ્ય પ્રદેશાધિકવાળી અને તત્પ્રાયોગ્ય ઉત્કૃષ્ટ સ્થિતિમાં ઘણાં નૈરયિકો હોય છે - X - તેથી ક્રોધમાં બહુવચન અને માનાદિમાં એકવચન, બહુવચન રહે છે તેથી ૨૭-ભંગ થાય.
શંકા - જે જઘન્ય સ્થિતિ, જઘન્યાવગાહનાવાળા છે, તેમને જઘન્ય સ્થિતિકત્વથી ૨૭ ભંગ, જઘન્યાવગાહનામાં ૮૦ કેમ?
સમાધાન - જઘન્યસ્થિતિવાળાની જઘન્યાવગાહના કાળે તો ૮૦ ભંગ જ હોય. કેમ કે જઘન્ય અવગાહના ઉત્પત્તિ કાળે જ હોય, જઘન્યાવગાહનાને ઓળંગી ગયેલ જઘન્ય સ્થિતિક નૈરયિકોને આશ્રીને ૨૭-ભંગ કહ્યા છે.
શરીરદ્વાર - જો કે આ સૂત્રથી વૈક્રિયશરીરમાં ૨૭-ભંગ કહ્યા છે, તો પણ સ્થિતિ અને અવગાહના આશ્રીને જે ભંગો પ્રરૂપ્યા છે, તે તેમજ જાણવા. - X - X - આ રીતે અન્યત્ર પણ જાણવું.
આ ગમ વડે ત્રણે શરીર કહેવા. - વૈક્રિય, તૈજસ, કાર્મણ. ત્રણેમાં ૨૭ ભંગ કહેવા. [શંકા] વિગ્રહગતિમાં માત્ર તૈજસ, કાર્મણ બે શરીર જ હોય. તેવા જીવો અલ્પ હોવાથી તેમના ૮૦ ભંગો પણ સંભવે, તે કેમ ન કહ્યા? ૨૭-જ કેમ કહ્યા? [સમાધાન] સાચું, પણ અહીં વૈક્રિયશરીર સાથે આ બે શરીર લેવાના છે, માટે ૨૭ ભંગ કહ્યા. વળી ત્રણે શરીર એવો અતિદેશ કર્યો, કેમ કે ત્રણે શરીરના ગમનું અતિ સાદૃશ્ય દેખાડવાનું છે. - - હવે સંહનનદ્વાર જણાવે છે –
વજ્રવર્ષભનારાચ આદિ છમાંથી એક પણ સંઘયણ નથી માટે અસંઘયણી છે. કેમ કે - નૈરયિકોને હાડકાં આદિ હોતા નથી અને હાડકાંનો સંચય જ સંહનન કહેવાય. - - ઈચ્છાય નહીં તેવું તે અનિષ્ટ, અનિષ્ટ પણ ક્યારેક સુંદર હોય, માટે કહ્યું અકાંત, અકાંત વસ્તુ પરત્વે પણ કારણે પ્રીતિ થાય, માટે કહ્યું અપ્રિય. તેને અપ્રિય કેમ કહ્યું? અશુભ સ્વભાવવાળા છે, અશુભત્વ સામાન્ય પણ હોય, તેથી કહે છે – મન દ્વારા શુભપણે ન જણાય તેવું અમનોજ્ઞ અમનોજ્ઞ પણ કદાચ હોય માટે કહે છે અમનોમ - વારંવાર સ્મરણમાં આવવા છતાં પણ મનને ગ્લાનિ આપે. અથવા આ શબ્દો એકાર્થક છે. અત્યંત અનિષ્ટતા દર્શાવવા પ્રયોજ્યા છે. અથવા તેવા જ પુદ્ગલો છે.
હવે સંસ્થાન - જેઓનું કેવું સંસ્થાન છે તે. - ભવધારણીય - જેનું પ્રયોજન પોતાના જન્મને વીતાવવાનું છે તે અથવા આજીવન સાથે રહે છે તે. ઉત્તરવૈક્રિય - પૂર્વ વૈક્રિયની અપેક્ષાએ ઉત્તરકાળ ભાવિ વૈક્રિય, સર્વત્ર અવ્યવસ્થિત તે હુંડ સંસ્થિત.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit