Pramāṇa · Search · About · API

Viyahapannatti 96

Viyāhapannatti: ṭīkānusārī vivecana 96

Language
Gujarati

96

‘ભગવતી’ સૂત્ર-૬૪, ૬૫ :– [૧/૫/૬૪, ૬૫]
[૬૪] રત્નપ્રભાના નૈરયિકો યાવત્‌ શું સમ્યગ્‌દૃષ્ટિ મિથ્યાદૃષ્ટિ કે મિશ્રદૃષ્ટિ છે?-ત્રણે છે. તેમાં સમ્યગ્‌-દૃષ્ટિમાં વર્તતા નૈરયિકના [પૂર્વોક્ત રીતે] ૨૭ ભંગ અને મિથ્યાદૃષ્ટિ તથા મિશ્રદૃષ્ટિમાં ૮૦-૮૦ ભાંગા કહેવા.
ભગવન્‌! આ જીવો શું જ્ઞાની છે કે અજ્ઞાની? ગૌતમ! બંને છે. જ્ઞાનીને નિયમા ત્રણ જ્ઞાન હોય છે, અજ્ઞાનીને ત્રણ અજ્ઞાનની ભજના છે. આ નૈરયિકોને યાવત્‌ આભિનિબોધિકમાં વર્તતા [પૂર્વોક્ત રીતે] ૨૭-ભંગ જાણવા. એ પ્રમાણે ત્રણ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન પણ કહેવા.
ભગવન્‌! રત્નપ્રભાના આ નૈરયિકો શું મનયોગી છે, વચનયોગી છે કે કાયયોગી છે? - ત્રણે છે.
મનોયોગમાં વર્તતા તેઓ શું ક્રોધોપયુક્ત હોય? - ૨૭ ભંગ જાણવા. એ પ્રમાણે વચનયોગ અને કાયયોગમાં પણ કહેવું.
આ નૈરયિકો શું સાકારોપયુક્ત છે કે અનાકારોપયુક્ત છે? ગૌતમ! બંને છે. તેઓ સાકારોપયોગમાં વર્તતા શું ક્રોધોપયુક્ત છે? - ૨૭ ભંગો જાણવા. એ રીતે અનાકારોપયોગ ના પણ ૨૭-ભંગ જાણવા. - - એ પ્રમાણે સાતે પૃથ્વીઓને જાણવી. માત્ર લેશ્યામાં વિશેષતા છે –
[૬૫] પહેલી બે માં કાપોત, ત્રીજામાં મિશ્ર, ચોથીમાં નીલ, પાંચમીમાં મિશ્ર, છઠ્ઠીમાં કૃષ્ણ, સાતમીમાં પરમકૃષ્ણ.

Linked texts (1)