Viyahapannatti 953
Viyāhapannatti: ṭīkānusārī vivecana 953
- Language
- Gujarati
953
‘ભગવતી’ સૂત્ર-૬૩૨, ૬૩૩ :– [૧૪/૯/૬૩૨, ૬૩૩]
[૬૩૨] ભગવન્! નૈરયિકોને આત્ત પુદ્ગલ હોય કે અનાત્ત? ગૌતમ! આત્ત પુદ્ગલ નથી, અનાત્ત પુદ્ગલ છે. - - ભગવન્! અસુરકુમારને શું આત્ત પુદ્ગલ છે કે અનાત્ત? ગૌતમ! આત્ત પુદ્ગલ છે, અનાત્ત નથી. એ પ્રમાણે સ્તનિતકુમાર સુધી જાણવું.
પૃથ્વીકાયિકની પૃચ્છા. ગૌતમ! આત્ત પુદ્ગલ પણ હોય અને અનાત્ત પુદ્ગલ પણ હોય. એ પ્રમાણે મનુષ્ય સુધી જાણવું. વ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિકોને અસુરકુમારવત્ જાણવા.
ભગવન્! નૈરયિકોને ઈષ્ટ પુદ્ગલ હોય કે અનિષ્ટ? ગૌતમ! ઈષ્ટ પુદ્ગલ ન હોય, અનિષ્ટ હોય. જેમ આત્ત પુદ્ગલો કહ્યા. તેમ ઈષ્ટ પણ કહેવા. કાંત, પ્રિય, મનોજ્ઞ પણ કહેવા. આ પાંચ દંડક છે.
[૬૩૩] ભગવન્! મહર્ધિક યાવત્ મહાસૌખ્ય દેવ શું હજાર રૂપ વિકુર્વી, હજાર ભાષા બોલાવા સમર્થ છે? હા, સમર્થ છે. ભગવન્! શું તે એક ભાષા કે હજાર ભાષા છે? ગૌતમ! તે એક ભાષા છે, હજાર ભાષા નથી.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit