Pramāṇa · Search · About · API

Viyahapannatti 957

Viyāhapannatti: ṭīkānusārī vivecana 957

Language
Gujarati

957

‘ભગવતી’ સૂત્ર-૬૩૫ :– [૧૪/૯/૬૩૫]
ભગવન્‌! જે આ શ્રમણ નિર્ગ્રન્થ આર્યત્વયુક્ત થઈ વિચરે છે, તેઓ કોની તેજોલેશ્યાનું અતિક્રમણ કરે છે? ગૌતમ! એક માસના પર્યાયવાળા શ્રમણ નિર્ગ્રન્થ વ્યંતર દેવોની તેજોલેશ્યાને અતિક્રમે છે. બે માસ પર્યાયવાળા શ્રમણ નિર્ગ્રન્થ અસુરેન્દ્ર વર્જીને બાકી ભવનવાસી દેવની તેજોલેશ્યાને અતિક્રમે છે. ત્રણ માસ પર્યાયવાળા શ્રમણ અસુરકુમાર દેવોની તેજોલેશ્યાને, ચાર માસ પર્યાયવાળા ગ્રહ-નક્ષત્ર-તારારૂપ જ્યોતિષ્ક દેવોની તેજોલેશ્યાને, પાંચ માસ પર્યાયવાળા ચંદ્ર-સૂર્ય જ્યોતિષ્કેન્દ્ર જ્યોતિષ્‌રાજની તેજોલેશ્યાને, છ માસ પર્યાયવાળા શ્રમણ સૌધર્મ-ઈશાન દેવોની, સાત માસ પર્યાયવાળા સનંતકુમાર-માહેન્દ્ર દેવોની, આઠ માસ પર્યાયવાળા બ્રહ્મલોક-લાંતકના દેવોની તેજોલેશ્યાને, દશ માસ પર્યાયવાળા આનત-પ્રાણત આરણ-અચ્યુત દેવોની, ૧૧-માસ પર્યાયવાળા ગ્રૈવેયક દેવોની, બાર માસ પર્યાયવાળા શ્રમણ નિર્ગ્રન્થ અનુત્તરોપપાતિક દેવોની તેજોલેશ્યાને અતિક્રમે છે.
ત્યારપછી શુક્લ, શુક્લાભિજાત થઈને પછી સિદ્ધ થાય છે યાવત્‌ સર્વ દુઃખોનો અંત કરે છે. ભગવન્‌! તે એમ જ છે, એમ જ છે કહીને વિચરે છે.

Linked texts (1)