Pramāṇa · Search · About · API

Viyahapannatti 97

Viyāhapannatti: ṭīkānusārī vivecana 97

Language
Gujarati

97

વિવેચન :–૬૪, ૬૫
દૃષ્ટિદ્વાર-મિશ્રદૃષ્ટિ જીવો અલ્પ છે, કાળથી તેમની હયાતી થોડી છે, તે એક પણ હોય માટે ૮૦ ભંગો.
જ્ઞાનદ્વાર - સમ્યક્‌ત્વ સહિત નરકમાં ઉત્પન્ન થનારને પહેલા સમયથી ભવપ્રાત્યય અવધિજ્ઞાન હોય, તેથી ત્રણ જ્ઞાનવાળા કહ્યા. મિથ્યાદૃષ્ટિ નારકી સંજ્ઞી કે અસંજ્ઞીથી ઉત્પન્ન થાય. તેમાં જે સંજ્ઞીથી ઉત્પન્ન હોય તેમને ભવપ્રત્યય વિભંગ હોવાથી ત્રણ અજ્ઞાન છે. અસંજ્ઞીને ઉત્પન્ન થયાના અંતર્મુહૂર્ત્ત પછી વિભંગ જ્ઞાન થાય છે તેથી તેમને પૂર્વે બે અજ્ઞાન અને પછી ત્રણ અજ્ઞાન હોય છે, માટે કહ્યું છે કે ત્રણ અજ્ઞાન વિકલ્પે હોય. ક્યારેક બે અને ક્યારેક ત્રણ.
ગાથા - ઔદારિક શરીર છોડ્યા પછી અનંતર સમયે નરકે ઉત્પન્ન થનાર વિગ્રહ કે અવિગ્રહ ગતિમાં અવધિ કે વિભંગ પામે.
અસંજ્ઞીને નરકમાં ઉત્પત્તિ પછી પર્યાપ્તાવસ્થામાં વિભંગ જ્ઞાન થાય છે. તેથી નરકમાં ત્રણ જ્ઞાન અને બે કે ત્રણ અજ્ઞાન છે. ... આભિનિબોધિક જ્ઞાન પેઠે આ જ્ઞાન, અજ્ઞાનના ૨૭ ભંગ છે.
વિભંગજ્ઞાનના કાલ પૂર્વેના મતિ અજ્ઞાન, શ્રુત અજ્ઞાન લેતા ૮૦ ભંગ થાય. કેમ કે તેવા અજ્ઞાની જીવો થોડા છે. પણ આ જીવોની જઘન્ય અવગાહના આશ્રીને ૮૦ ભંગો સમજવા.
યોગ દ્વાર - એકલા કાર્મણ કાયયોગમાં ૮૦ ભંગો સંભવે છે, તો પણ અહીં તેની વિવક્ષા ન કરી સામાન્ય કાયયોગથી ૨૭-ભંગ કહ્યા.
ઉપયોગ દ્વાર - આકાર - વિશેષરૂપ અંશને ગ્રહણ કરવાની શક્તિ, તેના સહિત તે સાકાર. તેથી રહિત તે અનાકાર-સામાન્યગ્રાહી.
રત્નપ્રભા પૃથ્વી માફક શેષ પૃથ્વી પ્રકરણ કહેવા. માત્ર લેશ્યામાં ભેદ છે, તે દર્શાવવા ગાથા છે. [જેનો અર્થ મૂલમાં કહ્યો છે.] વિશેષ આ - વાલુકાપ્રભામાં ઉપરના ભાગે કાપોત, નીચેના ભાગે નીલ લેશ્યા હોય છે. નરકાવાસ સંખ્યા ભેદ પૂર્વે કહ્યો છે. તેનો સૂત્રાભિલાપ વૃત્તિ અનુસાર જાણવો. યાવત્‌ ૨૭ ભંગ થાય - X -.

Linked texts (1)