Pramāṇa · Search · About · API

Viyahapannatti 982

Viyāhapannatti: ṭīkānusārī vivecana 982

Language
Gujarati

982

વિવેચન :–૬૫૮
સત્થવજ્ઝે-શસ્ત્રથી વધ થઈને દાહ ઉત્પત્તિથી કાળ કરે તે. અહીં યથોક્ત ક્રમથી અસંજ્ઞી આદિ રત્ન-પ્રભાદિમાં જે ઉત્પન્ન થાય છે. તે આ ઉત્પાદિત છે. કહ્યું છે કે અસંજ્ઞી પહેલી નરકમાં, સરિસૃપ બીજીમાં, પક્ષી ત્રીજીમાં, સિંહો ચોથીમાં, ઉરપરિસર્પ પાંચમીમાં, સ્ત્રીઓ છઠ્ઠીમાં, મત્સ્ય અને મનુષ્યો સાતમી નરક પૃથ્વીમાં (જઈ શકે.)
વિહાણ - ભેદો. ચમ્મપક્ખી - વલ્ગુલી આદિ, લોમપક્ખી - હંસ આદિ, સમુગ્ગપક્ખા - સમુદ્ગકાકાર પાંખવાળા મનુષ્ય ક્ષેત્રની બહાર રહેલા, વિયપક્ખા - વિસ્તારિત પાંખોવાળા સમયક્ષેત્ર બહાર રહેલા. અણેગસય૦ - ઈત્યાદિ જે કહ્યું, તે આંતર જ જાણવું, નિરંતર પંચેન્દ્રિયત્વ પામેલને ઉત્કર્ષથી આઠ ભવ પ્રમાણ જ. - X - જહા પન્નવણાએ - પ્રજ્ઞાપનાના પહેલા પદમાં છે - - એગખુર - અશ્વાદિ, દુખુર - ગાય આદિ, ગંડીપદ - હાથી આદિ, સણહપ્પય - સિંહાદિ નખવાળા.
કચ્છમ આદિથી ગ્રાહ, મગર, પોત્તિક લેવા. જહા પન્નવણા વડે આમ સૂચવે છે - મત્સ્યાદિ. ઉવચિયાણ૦ - આદિ શબ્દથી રોહિણિય, કૂંથુ, પિપિલિકા ઈત્યાદિ. પુલાકિમિય૦ - અહીં યાવત્‌ શબ્દથી કુક્ષિકૃમિ, ગંડોલક, ગોલોમ આદિ લેવા. વૃક્ષોમાં એકાસ્થિક, બહુબીજક ભેદથી બે ભેદ, તેમાં એકાસ્થિક તે નિંબ, આમ્ર આદિ, બહુબીજ થી અસ્થિક, તિંદુકાદિ લેવા, ગુચ્છ - વૃંતાકી આદિ, યાવત્‌ શબ્દથી ગુલ્મ, લતા, વલ્લી, પર્વક, તૃણ, વલય, હરિત, ઔષધિ, જલરુહ લેવા. તેમાં ગુલ્મ-નવમાલિકા આદિ, લતા - પદ્મલતા આદિ, વલ્લી-પુષ્પફલી આદિ, પર્વક-શેરડી આદિ, તૃણ-દર્ભ, કુશ આદિ, વલય-તાલ, તમાલાદિ, હરિત-અધ્યારોહક, તંદુલીયકાદિ, ઔષધિ-શાલિ, ઘઉં આદિ, જલરુહ-કુમુદાદિ જાણવા.
કુહુણ - અપ્‌કાય વગેરે ભૂમિ ફોડા. ઉસ્સન્ન - બહુલતાથી, પાઈણવાય - પૂર્વ વાયુ યાવત્‌ શબ્દથી પડીણવાયુ, દક્ષિણવાયુ ઈત્યાદિ, સુદ્ધવાયાણં - મંદ સ્તિમિત વાયુ, ઈંગાલ - અંગારા, અહીં યાવત્‌ શબ્દથી જ્વાલા, મુર્મુર, અર્ચીઃ ઈત્યાદિ. તેમાં જ્વાલા - પવન સંબદ્ધ સ્વરૂપ, મુર્મુર-ફુંફુકાદિમાં મસૃણ અગ્નિરૂપ, અર્ચિષ્‌ - વાયુ પ્રતિબદ્ધ જ્વાલા ઓસાણ - રાત્રિ જલ, અહીં યાવત્‌ શબ્દથી હિમ, મહિકાદિ લેવા. ખાઓદય - ભૂમિમાં જે જળ છે તે, પુઢવિ૦ - માટી, શર્કરાદિ. યાવત્‌ શબ્દથી વાલુકા, ઉપર લેવું, સૂરકંત - મણિ વિશેષ, બાહિં ખરિયત્તા - નગર બહારવર્તી વેશ્યાપણે - X -

Linked texts (1)