Viyahapannatti 988
Viyāhapannatti: ṭīkānusārī vivecana 988
- Language
- Gujarati
988
‘ભગવતી’ સૂત્ર-૬૬૧, ૬૬૨ :– [૧૬/૧/૬૬૧, ૬૬૨]
[૬૬૧] તે કાળે, તે સમયે રાજગૃહમાં યાવત્ પર્યુપાસના કરતા આ પ્રમાણે કહ્યું – ભગવન્! શું અધિકરણમાં વાયુકાય ઉત્પન્ન થાય છે? હા, થાય છે. - - ભગવન્! શું તે સ્પર્શીને મરે છે કે સ્પર્શ્યા વિના મરે છે? ગૌતમ! સ્પર્શીને મરે છે, સ્પર્શ્યા વિના નહીં. - - ભગવન્! તે સશરીરી નીકળે છે કે અશરીરી નીકળે છે? એ પ્રમાણે જેમ સ્કંદકમાં કહ્યું તેમ યાવત્ શરીરરહિત થઈને જતો નથી.
[૬૬૨] ભગવન્! અંગારકારિકામાં અગ્નિકાય કેટલો કાળ રહે છે? ગૌતમ! જઘન્યથી અંતર્મુહૂર્ત્ત, ઉત્કૃષ્ટથી ૩ રાત્રિદિવસ. ત્યાં બીજા વાયુકીયક જીવ પણ ઉત્પન્ન થાય છે. કેમકે વાયુકાય વિના અગ્નિકાય પ્રજ્વલિત ન થાય
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit