Viyahapannatti 9.32.451
Viyāhapannatti: Gujarati translation (Dīparatnasāgara, 2020) 9.32.451
- Language
- Gujarati
9.32.451
તે કાળે, તે સમયે વાણિજ્યગ્રામ નગર હતું (વર્ણન ઉવાવાઈ સૂત્રાનુસાર જાણવું). દૂતિપલાશ ચૈત્ય હતું, ભગવંત મહાવીર સ્વામી પધાર્યા. ધર્મશ્રવણ માટે પર્ષદા નીકળી, ભગવંતેધર્મ કહ્યો. પર્ષદા પાછી ગઈ.
તે કાળે, તે સમયે પાર્શ્વાપત્યીય ગાંગેય નામે અણગાર જ્યાં શ્રમણ ભગવંત મહાવીર હતા, ત્યાં આવ્યા. આવીને શ્રમણ ભગવંત મહાવીર ન દૂર – ન નીકટ રહીને ભગવંતને આમ કહ્યું –
ભગવન્ ! નૈરયિકો સ – અંતર ઉપજે છે કે નિરંતર ? ગાંગેય ! નૈરયિકો સ – અંતર ઉપજે, નિરંતર પણ ઉપજે.
ભગવન્ ! અસુરકુમારો સ – અંતર ઉપજે છે કે નિરંતર ? ગાંગેય ! અસુરકુમારો સાંતર પણ ઉપજે, નિરંતર પણ ઉપજે. એ પ્રમાણે સ્તનિતકુમાર પર્યન્ત કહેવું.
ભગવન્ ! પૃથ્વીકાયિક સાંતર ઉપજે છે કે નિરંતર ? ગાંગેય ! પૃથ્વીકાયિકો સાંતર ન ઉપજે, નિરંતર ઉપજે છે. એ પ્રમાણે યાવત્ વનસ્પતિકાયિક જીવો સુધી કહેવું. બેઇન્દ્રિયોથી વૈમાનિક સુધી નૈરયિક સમાન જાણવું.
Translations (2)
- Viyāhapannatti: Hindi translation (Dīparatnasāgara, 2019) — Hindi
- English (machine translation) — English, machine translation
Commentaries (1)
- Viyāhapannatti: ṭīkānusārī vivecana — Muni Dīparatnasāgara 2000, Gujarati
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit