Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1345

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1345

Language
Gujarati

1345

વિવેચન–૧૦૦૮ થી ૧૦૧૦
વ્રતગ્રહણથી આરંભીને કારણ વિના ગુરુના અવગ્રહમાં આશાતના દોષના સંભવથી રહેવું નહીં. પણ ત્યાંથી નીકળી જવું. આવશ્યિકી વિના નિર્ગમન ન થાય, તેથી પહેલી આવશ્યિકી કહી. નીકળીને જે સ્થાને રહે ત્યાં નૈષેધિકી પૂર્વક પ્રવેશવું, પછી નિષદ્યા કરવી. ત્યાં પણ રહેતા ભિક્ષા અટન આદિ વિષયમાં ગુરુની પૃચ્છાપૂર્વક જ કરવું. તેથી ત્રીજી આપૃચ્છના. આપૃચ્છના છતાં ગુરુ વડે નિયુક્ત પ્રવૃત્તિકાળમાં ફરી ગુરુને પૂછવું તે પ્રતિ પૃચ્છના. ગુરુની અનુજ્ઞાથી કરવા છતાં ભિક્ષા અટન આદિ માત્ર આત્મંભરી ન થવું, તેથી છંદણા-ગૃહિત આહાર માટે નિમંત્રણા.
આ છંદણા પણ ઈચ્છાપૂર્વક પ્રયોજાય, તેથી ઈચ્છાકારને તેના પછી કહી. આ અત્યંત અવદ્ય-ભીરુ વડે તત્ત્વથી કરાય છે, તેથી કથંચિત્‌ અતિચારના સંભવમાં આત્માને નિંદવો જોઈએ, તેથી પછી મિથ્યાકાર સામાચારી. તે કરવા છતાં તેમાં ઘણાં દોષ સંભવે છે, તેથી ગુરુને આલોચના આપવી, તેમાં જે આદેશ કરે, તેમ માનવું તે તથાકાર. પછી કૃત્યોમાં ઉદ્યમવાળા થવું, તેને અનુરૂપ અભ્યુત્થાન. ઉદ્યમવાળાને જ્ઞાનાદિ નિમિત્તે બીજા ગચ્છમાં જવાનું પણ થાય, તેમાં ઉપસંપદા.
ઉપસંહાર - આ પૂર્વોક્ત ઈચ્છાદિ દશ અવયવો સાધુની સામાચારી છે, તેમ તીર્થંકરાદિ વડે કહેવાયેલ છે. હવે તે અવયવો કહે છે–

Linked texts (2)