Uttarajjhayana 139
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 139
- Language
- Gujarati
139
વિવેચન–૪૪
વિનયપણાથી વિનીત તે વિત્ત - સર્વગુણના આશ્રયપણાથી પ્રસિદ્ધ છે. પ્રેરણા ન કરાયા છતાં પ્રતિ પ્રસ્તાવ ગુરુ કૃત્યોમાં પ્રવર્તે છે. તો તેને પ્રેરવાથી શું? - X - X - પ્રેરણા કરાયેલા કૃત્યોમાં જલદીથી વર્તે છે, વિલંબ કરતો નથી. કેમકે ‘મને આજ્ઞા કરાતી નથી’ તેમ વિચારતો તે અપ્રસન્ન થાય છે. પણ ‘આ મારા ઉપર અનુગ્રહ કરે છે.’ તેમ માનતો તે જલદીથી કાર્ય કરે છે. કેવી રીતે કરે? ઉપદિષ્ટ - આજ્ઞા કર્યા મુજબ, તેને ઉલ્લંઘીને નહીં. તે કાર્ય સારી રીતે પરિપૂર્ણ થાય તેમ કાર્યને નિર્વર્તાવે - કરે. તે પણ સદા શોભે તે રીતે કરે. હવે ઉપસંહાર કહે છે –
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati