Pramāṇa · Search · About · API

Uttarajjhayana 178

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 178

Language
Gujarati

178

વિવેચન–૫૧, ૫૨
ભૂખ વડે સર્વાંગી સંતાપ તે દિગિંછા પરિતાપ, તેના વડે - બુભુક્ષા વ્યાપ્ત શરીર હોય, જેને તપ છે તેવા તપસ્વી, વિકૃષ્ટ અઠ્ઠમાદિ તપ-અનુષ્ઠાનવાળા, તેવા ગૃહસ્થો પણ હોય તેથી કહે છે – ભિક્ષુ - સાધુ, તે પણ સંયમ વિષયક બળવાળો હોય તે ફલ આદિને સ્વયં ન છેદે, ન છેદાવે. સ્વયં રાંધે નહીં, રંધાવે નહીં, ઉપલક્ષણથી બીજા છેદનાર કે રાંધારને ન અનુમોદે, તેથી જ સ્વયં ખરીદે નહીં, ખરીદાવે નહીં, ખરીદનારને અનુમોદે નહીં, ભૂખથી પીડાવા છતાં નવકોટિ શુદ્ધિને ધારણ કરે.
કાલી - કાકજંઘા, તેના પર્વો મધ્યે સ્થૂળ અને પાતાળ હોય છે. તે કાલીપર્વ સમાન ઘુંટણ - કર્પૂરાદિ જેમાં છે, તથાવિધ શરીર અવયવોથી સમ્યક્‌ પણે તપરૂપ લક્ષ્મીથી દીપે છે તે ‘કાલીપર્વાંગ સંકાશ’ કહેવાય. - X - X - તે જ વિકૃષ્ટ તપો અનુષ્ઠાનથી જેના લોહી-માંસાદિ સૂકાઈ ગયા છે, હાડ અને ચામ માત્ર કહ્યા છે, તેથી જ કૃશ શરીરી, ધમની-શિરા વડે વ્યાપ્ત છે. તેવા ધમનીસંતત, એવા પ્રકારની અવસ્થામાં પણ, પરિણામરૂપ માત્રાને જાણે છે - અતિ લોલુપતાથી નહીં - તે ઓદનાદિ અશન અને સૌવીરાદિ પાનનો માત્રજ્ઞ, અનાકુલચિત્ત થઈ સંયમ માર્ગમાં વિચરે. અર્થાત્‌ ક્ષુધાથી અતિ બાધિત થવા છતાં નવકોટી શુદ્ધિ આહારને પામીને પણ લોલુપ ન બને કે તેની અપ્રાપ્તિમાં દૈન્યવાન ન બને એ પ્રમાણે ક્ષુધા પરીષહ સહ્યો છે, તેમ કહેવાય અને ‘સૂત્ર સ્પર્શ’ એ તેરમાં દ્વાર સંબંધી નિર્યુક્તિ કહે છે –

Linked texts (2)